આજના ઝડપથી વિકસતા જતાં વિશ્વમાં જ્ઞાનના નવા આયામો દિન પ્રતિદિન ખુલી રહ્યાં છે ત્યારે સમગ્ર વિશ્વને સમજી શકે અને ભવિષ્યની શોધો. અને વિસ્તરતા જતાં જ્ઞાનને આત્મસાત કરી શકે તેવા વિચારશીલ, શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત અને હકારાત્મક વિચારસરણી વાળા યુવાનો તૈયાર કરવાની જવાબદારી આપણા સૌની છે.
આ માટે ગોખણપટ્ટીને બદલે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી તેને ખિલવવાની કામગીરી આપણે સૌએ કરવાની છે.
જ્ઞાનનો વિસ્ફોટ થઇ રહ્યો છે ત્યારે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે બાળક શીખે, શું વિચારવું તે વિચારે અને કેવી રીતે શીખવું તે શીખે તો તે ભવિષ્યના પડકારોને સહેલાઈથી ઝીલી શક્શે.
આવો, આપણે સૌ સાથે મળી બાળકને વિશ્વ માનવ બનાવવાનો સહિયારો પ્રયાસ કરીએ.
Jordar website 6
nice